Published Date :

 By :

  • Image-Not-Found

વિટામિન બી12 આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. આ વિટામિન નર્વસ સિસ્ટમ માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે અને તેની કમીથી નસોની સમસ્યા થવા લાગે છે. વિટામિન બી12 મોટા ભાગે નોનવેજ ફૂડ્સમાં જોવા મળે છે. જેના કારણે વેજિટેરિયન લોકોમાં તેની કમી જોવા મળે છે.

હેલ્થ એક્સપર્ટની વાત માનીએ તો, નોનવેજ ન ખાનારા લોકો દૂધ, દહીં, પનીર અને ફોર્ટિફાઈડ ફૂડ્સ અને મશરૂમ જેવા શાકાહારી વિકલ્પથી તેની કમીને દૂર કરી શકે છે. વિટામિન બી12 શરીરમાં નસોને મજબૂત રાખવા, લોહી બનાવવા અને મગજને યોગ્ય રીતે કામ કરવામાં મદદગાર થાય છે. તેની કમીથી થાક, નબળાઈ, હાથ-પગમાં ઝણઝણાટી, ચક્કર આવવા અને યાદશક્તિ નબળી થવા જેવી સમસ્યા થઈ શકે છે. અમુક શાકાહારી વિકલ્પ પણ એવા છે, જેને યોગ્ય માત્રામાં લેવાથી તેની કમીને ઘણા બધા અંશે પૂરી કરી શકાય છે. જો તમે આ ફૂડ્સને ડાયટમાં સામેલ કરી લેશો, તો આપની નસોમાં નબળાઈ નહીં આવે અને શરીર ઊર્જાવાન બની રહેશે. 



દૂધ અને તેનાથી બનેલી વસ્તુઓમાં વિટામિન બી12 અમુક માત્રામાં જોવા મળે છે. દૂધ, દહીં, પનીરને વિટામિન બી12નો સારો એવો શાકાહારી સોર્સ માનવામાં આવે છે. રોજ એક ગ્લાસ દૂધ અથવા એક નાની કટોરી દહીં ખાવાથી શરીરને જરૂરી માત્રામાં બી12 મળી શકે છે. તે હાડકાની સાથે સાથે નર્વ હેલ્થ માટે પણ ફાયદાકારક છે.

દહીં અને છાશનું સેવન કરવાથી આ વિટામિનની કમી દૂર થઈ શકે છે. તેમાંથી ન ફક્ત વિટામિન બી12 હોય છે, પણ તે પાચનને પણ વ્યવસ્થિત બનાવે છે. સારી ગટ હેલ્થ વિટામિન્સના અવશોષણમાં મદદ કરે છે. જેનાથી શરીર બી12નો સારો ઉપયોગ કરી શકે છે. ગરમીની સાથે સાથે શિયાળામાં પણ દહીંનું મર્યાદિત સેવન ફાયદાકારક રહે છે.


કોટેઝ ચીઝમાં વિટામિન બી12ની સારી માત્રા હોય છે. કોટેઝ ચીઝ પ્રોટીન અને કેલ્શિયમની સાથે સાથે વિટામિન બી12નો પણ સારો એવો સ્ત્રોત છે. ખાસ કરીને શાકાહારી લોકો માટે આ ડબલ ફાયદો આપે છે. આ મસલ્સ મજબૂત કરે છે અને નસોની નબળાઈથી બચાવે છે. જો કે તેને મર્યાદિત માત્રામાં જ ખાવું જોઈએ.


ફોર્ટિફાઈડ ફૂડ્સનું સેવન કરી વિટામિન બી12ની કમી દૂર કરી શકાય છે. આજકાલ બજારમાં મળતા અમુક અનાજ, સોયા મિલ્ક, પ્લાન્ટ બેસ્ડ દૂધ અને બ્રેકફાસ્ટ સીરિયલ્સને વિટામિન બી12થી ફોર્ટિફાઈ કરી શકાય છે.


મશરૂમને પણ વિટામિન બી12નો સારો એવો સોર્સ માનવામાં આવે છે. જો કે અમુક ખાસ વેરાયટીના મશરૂમ આ વિટામિનથી ભરપૂર હોય છે. મશરૂમનું નિયમિત અને સંતુલિત સેવનથી આ વિટામિન બી12ની કમીને ધીમે ધીમે પૂરી કરવામાં મદદગાર થાય છે. તેની સાથે જ મશરૂમમાં એન્ટીઓક્સિડેંટ્સ પણ હોય છે, જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે.


એક્સપર્ટ્સનું કહેવું છે કે જો ખાલી ડાયટથી વિટામિન બી12નું સ્તર યોગ્ય ન થઈ શકે તો ડોક્ટરની સલાહથી સપ્લીમેન્ટ લેવી પણ જરૂરી બને છે. ખાસ કરીને જે લોકોને લાંબા સમયથી થાક, નસોમાં ઝણઝણાટી અથવા નબળાઈ અનુભવાઈ રહી છે. તેમને બ્લડ ટેસ્ટ જરૂરથી કરાવવું જોઈએ. સમય પર ધ્યાન આપવાથી નસોની નબળાઈ અને ગંભીર સમસ્યાથી બચી શકાય છે.