નવેમ્બર ૨૦૦૧માં પુષ્કરના મેળાની એક સાંજે હનુમાન ગલી અને બ્રહ્મા મંદિરથી આગળ વધી, લેખિકા અરવલ્લીના semi-desert landscapeમાં પહોંચે છે. ત્યાં રાઈકા-રબારીઓની ઊંટ વણઝારો અને અસ્ત થતા સૂર્યના કેસરી કેનવાસ પર અદભુત silhouette click કરીને મેળાના અસલી nomadic જીવનને કેમેરામાં કંડારે છે.
‘The survival instinct of the self over rides everything.’ એવા વિચારે સવારે સાડા અગિયાર આસપાસ પુષ્કરના મેળા પાસેની બડી બસ્તી, હનુમાન ગલી નજીકના અમારા નિવાસે સ્નાન, ભોજન અને નાની એવી નિંદર અર્થે પાછી ફરેલી હું ફરી ત્રણ-સાડા ત્રણ વાગે મેળાની સાંજને કચકડે મઢવા નીકળી ત્યારે કેટલીક ડેલા બંધ હવેલીઓમાંથી પુષ્કરનો આંતરરાષ્ટ્રીય ઊંટમેળો કે પશુમેળો જોવા આવેલા પરદેશીઓને જોયા.

જે પ્રાચીન ડેલા-દરવાજામાંથી પરદેશીઓ પસાર થયા તેની પાછળો પાછળ કંજરી અને ઘેરવાળો લીલો ઘાઘરો પહેરેલી એક જુવાન છોકરી તેના બાળકને કાંખમાં નાખીને ડેલામાંથી નીકળી. કમાન વાળું જુનવાણી સ્થાપત્ય ધરાવતા એ તોતિંગ દરવાજા પર ખૂબ મજાનો સૂર્યપ્રકાશ આવતો હતો એટલે એક જ સ્થળે ઊભી રહિ આવા એક-બે ફોટા ખેંચી આગળ જતાં હનુમાન ગલીની ભીડભાડ વાળી streetમાં અટકિ.

હેન્ડીક્રાફટ, પ્રોવિઝન સ્ટોર, મંદિરો અને મુસાફરોની અવરજવર વચ્ચે સ્ટીલના વાંસણો પણ મળતા હોય એવી દુકાન પાસે મુંડો કરાવેલા ચાર બાળકો વાળો એક રાજસ્થાની પરિવાર આવી રહ્યો હતો તેને પણ જીલીને હું આગળ ચાલી ત્યારે આકાશી રંગની ભૂરી બારીઓ વાળું એક building આવ્યું જેમાં કમાનો હતી, ઝરૂખાઓ હતા અને એકદમ intricate નકશીકામ સાથે ઝરૂખાઓ અને બાલ્કનીના ટેકામાં મુકાયેલા કલાત્મક brackets પણ હતા. મારી વિચિત્ર ટેવને કારણે આખી પ્રાચીન ઈમારતમાંથી માત્ર ઝરૂખા જેવા ભાગનો જ ફોટો પાડિને આગળ ચાલી નીકળેલી મને ૨૦૦૧ના નવેમ્બરમાં explore કરેલા પુષ્કરના મેળામાં આ બિલ્ડીંગ કોઈ મંદિર હતું કે હવેલી એ પણ ખબર નથી.

આવી બેખબર હું હનુમાન ગલીથી છ-સાત મિનીટની વૉકમાં ફરી વિશ્વ પ્રસિધ્ધ જગત પિતા બ્રહ્મા મંદિરે પહોંચી ગઈ અને ઊંચી પિઠીકા પર સંરચિત આ મંદિરના આરસપહાણના પગથિયા પર દર્શનાર્થીઓની ભીડ જોઈ. સ્તંભો વાળું છત્ર અને મંડપ, લાલ રંગનું શિખર અને હંસનું પ્રતિક ધરાવતાં આ મંદિરે બીજી વખત અંદર જવાની બદલે બહારથી જ ફોટોગ્રાફી કરવામાં કંજરી, ઘેરવાળો ગોઠ મુકેલો ઘાઘરો અને ઓઢણી ઓઢેલી બે રાજસ્થાની સ્ત્રીઓને પગમાં ચાંદીના તોડા સાથે એક લયબધ્ધ ગતિમાં જોઈ અને photo પાડ્યો ત્યારે એવું મન થતું હતું કે મને રાજસ્થાની સ્ત્રીઓનું આવું ટોળું મળે તો મજા પડે.
આવી રીતે હનુમાન ગલી, બડી બસ્તી અને મંદિર-બજારનો વિસ્તાર પસાર કરીને જેવી ઊંટના પડાવોમાં પ્રવેશી કે તરત જ તડકો રોકવા છાજલી કરીને મને સહર્ષ જોતાં એક રાજસ્થાનીને મેં તેની ઘાટી મૂછ અને પીળી પાઘડી સાથે 5.6ના aperture પર capture કર્યા. ઉતાવળે થયેલી આ cilckમાં તેની બોલકિ આંખ આખી ન આવી પણ આસપાસનું બહુ બધુ unclutter કરવા મેં તેનું verical સંયોજન લીધું અને ખોળ ભરેલી એક ઊંટ ગાડી તરફ વળી.

દૂરથી મને જોતા સફેદ ખમીશ, ધોતી અને પાઘડી વાળા દાદાની આખી ઊંટ ગાડી ખાણ-દાણના શણના કોથળાથી ભરેલી હતી અને તે પોતે તેના ઉપર ચડીને બેઠા હતા. ગરદન ચારે બાજુ ફેરવતા તેના ઊંટની ગરદન પર મોતીનો શણગાર હતો અને કપાળ અને ગળા પર રંગીન દોરાના બનાવેલા પોમ-પોમ પણ લટકતા હતા.
ચારે બાજુ રહેલા Multi-Coloured મોતીઓથી ગૂંથેલા સાદા necklessથી શોભતા ઊંટની આવી શોભા જોતી જોતી હું આજે ઊંટની વણઝારો મારી કેમેરાની જોળીમાં ભરવા ઈચ્છતી હતી એટલે પુષ્કરના મેળાનું પડાવો વાળું આખુ મેદાન cross કરતી કરતી રણની રેતીમાં ઘાસ ઊગ્યું હોય તેવા સ્થળે પહોંચી ત્યારે ઊંટના બે રખેવાળો પંદર વીસ ઊંટને લઈને જતાં હતા તે જોયું.
સૌથી આગળ રહેલા ઊંટ પર ચા-પાણી કરવા વપરાતા કરગઠિયા (twigs) બાંધ્યાં હતા અને દોરી બાંધેલી બોઘરણીમાં દૂધ લઈને જતાં ઊંટવાળા ઊંટની જે વણઝાર લઈ જતાં હતા તે ઊંટ બિકાનેરી, જેસલમેરી, મેવાડી, મારવાડી કે ખરાઈ ઊંટ હતાં તેવું પૂછવા મેં તે ‘ઓઢ’ એટલે ઊંટના પાલકને રોક્યા ત્યારે તેણે કહ્યું કે આવા બધા ઊંટ પુષ્કરના મેળામાં જોવા મળે પણ તમે શહેર વાળા એ જુદા જુદા ઊંટને ઓળખી ન શકો પરંતુ બિકાનેરી ઊંટ વજન ખેંચવામાં કે ઉપાડવામા ઉત્તમ હોય છે. જેસલમેરના ઊંટ હોય પાતળા પણ સ્ફૂર્તિવાળા હોય અને સેના પોલીસ ગશ્ત લગાવવામાં આ ઊંટનો ઉપયોગ કરે. મેવાડના ઉદેપુર અને કુંબલગઢ જેવા પહાડી વિસ્તારોના મેવાડી ઊંટ રાઈકા-રબારી જેવા પશુપાલક પરિવારોમાં જોવા મળે અને જેસલમેરના નાચના ઊંટ તેની ઝડપથી દોડવાની ક્ષમતા માટે પૂરી દુનિયામાં ઓળખાય.

આવા વિવિધ ઊંટોની વાતોને મમળાવતી હવે હું નવેમ્બરના ટૂંકા દિવસની સાંજને સંધ્યાકાળના અસ્ત થતાં સૂર્યમાં સમાવા શણગાર કરતી જોઈ રહિ હતી. વીસ-પચ્ચીસ ઊંટની વણઝારને બખૂબી Mange કરતાં ઊંટવાળા અરવલ્લીના ખોળે રહેલા પુષ્કરના પડાવે રણની રેતીની રજ ઉડાડતા પાછા ફરી રહ્યા હતા ત્યારે થતું હતું કે એક આખા અઠવાડિયાથી થારના રણ આસપાસના વિસ્તારોમાંથી ઊંટની પોઠ સાથે પગપાળા ચાલીને આવતાં ઊંટના રખેવાળો કે રાઈકા-રબારી પુષ્કરના મેળે આવ્યા પછી પોતાનો પડાવ નાખી ઊંટને, ઊંટના ખાન-પાનને કેવા સાચવતાં હશે અને ધોરીમાર્ગ પરથી આવતી વખતે ઊંટના વ્યક્તિગત temperamentને પણ કેવી રીતે handle કરતાં હશે.

મન સાથે સતત આવા સંવાદો કરતી હું ઢળતી સાંજે પુષ્કરના એવા desert landscape નજીક પહોંચી જ્યાં રણની રેતી સાથો સાથ લીલાછમ pockets પણ હતા. જેસલમેર જેવા અંતહિન રેતીના ઢૂવાની [sand dunes] બદલે અરવલ્લીના ખોળે રહેલા આ semi-desert landsacapeમાં રહેલા [transitonal] કાંટાવાળા ઝાડી-જાખરા ઉપરાંત બારમાસી ઘાસ પણ હતું અને દુષ્કાળને સહન કરી શકતાં ધમણ જેવું ઘાસ તો ઊંટનું ભાવતું ભોજન પણ હતું એટલે ધમણ, ડૂબ, લપ્પા લંબા તરીકે ઓળખાતું Aristida નામનું ઘાસ અને ગોબરા ઘાસ તરીકે ઓળખાતું ઊંટ ખાઈ શકે તેવું ઘાસ અને તેના લેન્ડસ્કેપ પર સૂર્યાસ્ત સમયે પહોંચેલી મેં ઊંચા-નમણા ઘાસ પછી તે અસ્ત થતાં સૂર્ય નારાયણનું એક છાયા ચિત્ર જીલ્યું અને પાછી મારા જીવનના ઉત્તમ છાયાચિત્ર તરફ ચરણ ઉપાડ્યા.

થારના રણની ધાર પર રહેલા પુષ્કર જેવા semi-arid પ્રદેશની રણની રેતી પરના પડાવોથી ખાસ્સી દૂર આવી ગયેલી હું અરવલ્લીના પુષ્કર જેવા buffer zoneમાં એકલવીર થઈને ફરતી હતી. અરવલ્લી પર્વતમાળાના ખોળે ઉછરેલી ખીણના આ પુષ્કર જેવા વિસ્તારમાં નાગ પહાડ નામના પર્વતનું સાનિધ્ય હતું જેની ટેકરીઓને વિવિધ પ્રકારના ઘાસની લીલાશ સ્પર્શતી હતી અને એવા વિસ્તારમાં સાંજે પોતાની વણઝાર અને ખાણ-દાણ ઉપરાંત તાજજુ ઘાસ ચરાવા આવેલા પશુપાલકોમાંનો એક પાઘડીયાળો જણ મારી સામે હતો.

અસ્ત થતાં સૂરજની સામે ઉભા રહિ ઊંટની graceful ગરદનનું છાયાચિત્ર જીલવા જયારે ધોતી-ખમીશ, પાઘડી, અને ખભે ઊંટના દૂધનું બોઘરણું [Metal vessel with broad mouth] લઈને જતાં ઊંટવાળા સામે ઉભી રહિ ત્યારે obviously સૂર્યાસ્તનો સ્વર્ણિમ સમય તો હતો જ પરંતુ ઊંટવાળા જેવો rustic વિષય પણ worth sketchable clear outlineમાં ઉભો હતો. પાસઠ-પાત્રીસ કે સીત્તેર-ત્રીસ જેવા આ horizontal compositionમાં આકાશના કેસરી કેનવાસ પર કેમેરાના માધ્યમથી દોરાયેલી આ છાયાચિત્ર [silhouette] image આખા landscapeમાં stand out થઈને મને કહેતી હતી કે ‘ The world accommodates you for fitting in, but only rewards you for standing out.’

આવા dare to be different landscapeને જીલીને ખાસ્સું અંધારું થઈ ગયું હોવા છતાં ૨૦૦૧ના નવેમ્બરના મારા પુષ્કરના મેળાના explorationની ગમતી સાંજની છેલ્લી ક્ષણોને કેમેરા દ્વારા કાયમ કરવાનો મોહ જતો નોહતો અને એટલે જ અંધારું થઈ જશે પછી એકલી મારા નિવાસ સુધી પાછી કઈ રીતે ફરીશ તેનો વિચાર કર્યા વગર એક છેલ્લું છાયાચિત્ર જીલવાની હિંમત કરી.

semi-arid desert ગણાતા પુષ્કરનો માહોલ અસ્ત થતાં સુરજ સાથે કેસરીયો થતો જતો હતો. ઊંટની વણઝારોની અવર જવર ઘટતી જતી હતી અને મનમાં હતું કે જયારે ધીમે ધીમે બધી વણઝારો પુષ્કરના મેળાના પડાવ તરફ જાય અને છેલ્લી વણઝાર બાકિ હોય ત્યારે તેની સાથે પડાવના મેદાનના લોક-લોક માહોલ સુધી પહોંચી જવું અને એવામાં દૂરથી ઊંટોની એક પોઠ આવી રહિ હતી તે જોયું.

રણ કે લાંબા રસ્તે મુસાફરી કરતાં લોકો કે યાત્રાળુઓના કાફલા માફક મારી તરફ આવતું આ caravan, તે પોઠમાં રહેલા છટાપૂર્વક ચાલતા ઊંટ અને તેનો રાઈકા-રબારી રખેવાળ બધા અસ્ત થતાં સૂર્યની લાલીમામાં ચાલતાં હતા અને દૂર ક્ષિતિજે દેખાતી અરવલ્લીની ટેકરી ઉપર સૂરજ નારાયણ બહુ ઝડપથી અસ્ત થઈ રહ્યા હતાં તેવી ક્ષણે હું કેસરી કપાળ પરના પીળા ચાંદલા જેવા સૂર્ય સાથે છાયાચિત્ર લેવા એક વિષયની રાહમાં કેમેરા ધરીને ઊભી હતી ત્યાં એક ઊંટે મોઢું ઉચક્યું અને મેં click કરી.

Horizontal compositionને લીધે તો આ ફોટામાં બરાબર વચ્ચે અસ્ત થતો સૂર્ય, તેની બંને બાજુ બે ઊંટ અને તેમાંનો એક સૂર્યના કેસરીયા રંગમાં પોતાની નાકે બાંધેલી દોરી ભેળવીને ઉભેલો ઊંટ જાણે મને ગમતા સંયોજનની ભેંટ આપીને પોતાની પોઠમાં ભળી ગયા ત્યારે સાંજ પણ સંધ્યાકાળમાં વિલીન થઈને અસ્ત થઈ.
ઉદય-અસ્તની અનંત લીલામાં ઉઘડતી અને અસ્ત થતી સવાર-સાંજ સાથે કદમ મીલાવી પુષ્કરના મેળાને, મેળાના landscapeને જીલવાનો આનંદ અનેરો હતો. એવા આનંદને કેમેરાની જોળીમાં ભરી હું ઊંટની પોઠ સાથે અંધારામાં ચાલવા લાગી અને પહોંચી વિશાળકાય મેદાનમાં સ્થિત camp site પર જ્યાં ઊંટ જ ઊંટ હતા, તેના થાકેલા રખેવાળો હતા, ક્યાંક ચૂલા પર રસોઈ થતી અને ક્યાંક ઊંટ ગાડી પર પથારીઓ પણ પથરાઈ ચૂકી હતી જાણે આવું nomadic જીવન જ મેળો ન હોય!
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.