Published Date : 09/04/2026

 By :

  • Image-Not-Found

આપણે રોજબરોજની વાતચીતમાં 'તાલુકો', 'મહેમાન', 'ઝનૂન', 'ફરિયાદ' જેવા શબ્દો વાપરીએ છીએ. પરંતુ તમને ખ્યાલ છે કે આવા અનેક શબ્દો મૂળ ગુજરાતી ભાષાના નથી. આ શબ્દોનું મૂળ ફારસી (પર્શિયન) ભાષામાં છે.

ગુજરાત અને ઈરાનના સદીઓ જૂના સંબંધોમાંથી એક મધુર સંબંધ ફારસી ભાષા સાથેનો રહ્યો છે. ગુજરાતમાં સલ્તનતકાળ અને મુઘલકાળ દરમિયાન દરબારી ભાષા તરીકે પાંચ- સદી સુધી ફારસી ભાષાનો દબદબો રહ્યો હતો. જોકે, સલ્તનતકાળ પહેલાંથી ગુજરાતમાં ફારસી ભાષાનો ઘણો ઉપયોગ થતો હતો.



ફારસી ભાષાનું મૂળ અને ભારત સાથેનો સંબંધ:


ફારસી ભાષા ઈરાનની સત્તાવાર ભાષા છે. તે ઇન્ડો-યુરોપિયન કુળની સૌથી જૂની ભાષાઓ પૈકી એક છે. જરથોસ્તી ધર્મશાસ્ત્રો 'અવસ્તા'માં લખાયેલી પ્રાચીન ફારસી ભાષા સંસ્કૃત સાથે ખૂબ સામ્ય ધરાવે છે.


અરબોના આક્રમણ પછી તેમાં અરબી તત્ત્વો ઉમેરાયા અને આધુનિક ફારસી બની.



ગુજરાતમાં ફારસી ભાષા કેવી રીતે પહોંચી?

  • પર્શિયા અને ભારત વચ્ચે .. પૂર્વે 6ઠ્ઠી-7મી સદીથી વેપારી સંબંધો હતા.


  • પારસીઓ ઈરાનથી ગુજરાત આવ્યા (પહેલા દીવ, પછી સંજાણમાં વર્ષ 716 અથવા 775માં) અને તેમની સાથે ફારસી ભાષા અને સંસ્કૃતિ આવી.


  • 12મી સદીથી ગુજરાતી સાહિત્યમાં અરબી-ફારસી શબ્દો જોવા મળે છે (જેમ કે 'સમરારાસ'માં 1315).


સલ્તનતકાળ અને મુઘલકાળમાં:

ફારસી રાજભાષા, અદાલતી અને વહીવટી ભાષા બની ગઈ. સરકારી ફરમાનો, પત્રવ્યવહાર, અદાલતોમાં ફારસી વપરાતી. અમદાવાદ ફારસી કવિતા અને સાહિત્યનું મોટું કેન્દ્ર બન્યું.


કેટલાક ઉદાહરણો:

  • પ્યાલો, ખુશબો, શરાબ, બખતર, દુકાન, કારખાનું, તાલુકો, મહેમાન, ઝનૂન, ફરિયાદ વગેરે.


ફારસી ભાષાએ ગુજરાતી સાથે મિત્રતાપૂર્ણ રીતે ભળીને અનેક શબ્દો આપ્યા છે. પ્રભાવ વેપાર, સ્થળાંતર, શાસન અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનથી આવ્યો છે. આજે પણ અમે ઘણા ફારસી મૂળના શબ્દો વાપરીએ છીએ.