Published Date :

 By : રક્ષા ભટ્ટ

  • Image-Not-Found

૧૯૯૯ના દિવાળી વેકેશનમાં લેખકની અરવિંદ આશ્રમ અને ઓરોવિલની ભાવવિભોર યાત્રાનું આ શબ્દચિત્ર છે. આધ્યાત્મિક ઊર્જા, માતૃમંદિરનું સોનેરી સ્થાપત્ય અને માનવીય એકતાના આદર્શો વચ્ચે વિતાવેલી એ ક્ષણો, લેખકના હૃદયમાં જીવન જીવવાની એક નવી અને પ્રશાંત શૈલીનું સર્જન કરે છે.

    મારી બા નીલા બા અને મોટા ભાઈ સુભાષ સાથે ૧૯૯૯ના દિવાળી વેકેશનમાં સૌ પ્રથમ તિરુવન્નામલાઈ સ્થિત રમણાશ્રમમાં રહ્યાં પછી અમે પોંડિચેરી પહોંચ્યા અને પહોંચ્યા એ જ દિવસની આખી સાંજ અમે પોંડિચેરીના પ્રોમેનેડ એટલે રૉક બીચના કિનારે પસાર કરી.


    Seascapeથી સભર એ કેસરિયા સાંજને સ્મરણ જોળીમાં ઉતાર્યા પછીની બીજી સવારે અમારી સૌથી પહેલી પસંદ વિનયનગર, મનકુલા જંકશનની મરીન સ્ટ્રીટમાં આવેલો શ્રી અરવિંદ આશ્રમ હતો. શ્રી અરવિંદે ૧૯૨૬માં સ્થાપેલા આ ઉર્જાવાન આધ્યાત્મિક કેન્દ્રને સવારે આઠના ટકોરે અડ્યા ત્યારે સાતેક દાયકાઓના યોગ-ધ્યાનના તરંગો લઈને ઊર્જિત એ Heritage propertyના meditative voltage ધ્રુજાવી દે તેવા હોવા ઉપરાંત ખાસ્સા soothing પણ હતાં એવું અનુભવ્યું.
    



શાતા વળે તેવા શાંત પરિસરમાં અને seaside લોકેશનની તાજ્જી હવાના સંગાથે અમે ભારતીય રાજનીતિજ્ઞ, દાર્શનિક અને યોગગુરુ શ્રી અરવિંદ ઘોષ અને તેમના સહકર્મી, મીરા અલફસા એટલે શ્રી માના સમાધિ સ્થળે ગયા અને એ પછી આશ્રમના ધ્યાન હોલમાં આસન જમાવતાં પહેલા પચ્ચીસ ભાષાઓના ૮૦,૦૦૦ પુસ્તકોના ગ્રંથાલયમાં જઈ પોંડિચેરીમાં સતત વહેતા Intergral yoga, આધ્યાત્મ અને અતિમાનસિક ચેતનાના મહાસાગર જેવા હજારો પુસ્તકોના શીર્ષકો પર નજર કરી અને આશ્રમના book stall પર ગયા.


      ૧૯૯૯નો એ સમય તો CDS-DVDSનો હતો આથી સુભાષે પુસ્તકો તો ખરીદ્યા જ પરંતુ શાસ્ત્રીય સંગીત અને ધ્યાન પરની CD-DVDs, picture postcards, gift cards અને અરવિંદ આશ્રમની પ્રખ્યાત અગરબત્તીઓનો ખજાનો પણ ખરીદિને અમે 1968માં મા દ્વારા સ્થપાયેલા અને નાત-જાત અને ધર્મના ભેદભાવ વગર સૌને આવકારતી, Universal કે experinental township એવા ઓરોવિલ [Auroville] નગર જવા નીકળ્યા. 
     

 સમુદ્ર કિનારે રહેલા શ્રી અરવિંદ આશ્રમથી બાર કિલોમીટર ઉત્તરે રહેલ ઓરોવિલ જવા માટે અમે રીક્ષા કરી અને ઓરોવિલના visitor’s centre પહોંચ્યા.


    


કોઈ પ્રકારની ફી ન લેતા અને સવારે નવથી સાંજે પાંચ સુધી ખુલ્લા રહેતાં ઓરોવિલના માતૃમંદિર જતાં પહેલા અમે ઓરોવિલના visitor’s centreમાં અરવિંદ ઘોષના સ્વપ્નના શહેર એવા ઓરોવિલ નગરની સ્થાપના, તેનો ઈતિહાસ અને તેની પ્રવૃત્તિઓનો ચિતાર આપતી ફિલ્મ જોઈ અને ઓરોવિલની સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દર્શાવતા માહિતી સભર handouts અને બ્રોશર્સ લઈને visitor’s centreના international zoneમાં સ્થિત એક રેસ્ટોરેન્ટમાં ગયા કારણ કે ખૂબ ભૂખ  લાગી હતી.


      Brickwork વાળું એ કલાત્મક રેસ્ટોરેન્ટ ઓરોવિલનું Right path cafe હતું કે બીજું કોઈ એ યાદ નથી પરંતુ અંદર અને બહાર એવી બે પ્રકારની બેઠક વ્યવસ્થા હતી અને ઓરોવિલ ફાર્મમાં ઉગતાં organic foodથી બનતા વ્યંજનો ઉપરાંત global food પણ પ્રાપ્ય હતું. ચા-નાસ્તો, લંચ અને ડિનર serve કરતાં આ રેસ્ટોરેન્ટમાં સુભાષે તો એક strong coffee ચડાવી અને મેં અને બાએ દક્ષિણ ભારતીય વ્યંજનોથી પેટ પૂજા કરી અને પછી ઓરોવિલના visitor’s centreથી માતૃમંદિર કેવી રીતે જવું તેનો વિચાર કર્યો.


      visitor’s centreથી માંડિને રેસ્ટોરન્ટ, તેનું interior, તેનું રાચરચીલું અને આવતાં-જતાં પરદેશીઓ સઘળું એવી ગમતી aesthenticથી સભર હતું કે મારી પાત્રીસની વયને મળતો ઓરોવિલનો એ પ્રવાસી સ્પર્શ જીવન જીવવાના અને કોઈ અલગ, અનન્ય શૈલીથી જીવન જીવવાના સ્વપ્ન દેખાડતું હતું જેમાં સાદગી, સર્જનાત્મકતા અને રચનાત્મકતાની સુવાસ સાથે સાથે મૌન-ધ્યાન અને આધ્યાત્મનો શાંતિમય સ્પર્શ પણ હોય.
    

આવા સ્પર્શને શ્વાસમાં ભરી સુભાષની આંગળીએ હું અને બા ઓરોવીલના visitor’s centreથી માતૃમંદિર જવા નીકળ્યા ત્યારે અમારી પાસે ત્રણ વિકલ્પો હાજરા હજૂર હતાં કે visitor’s centreથી મળતી Free shuttleમાં માતૃમંદિર જવું, ચાલીને જવું કે tour guide સાથે one hour cycle tourમાં માતૃમંદિર જવું.બા સાથે હોવાથી સાયકલ tourનો તો કોઈ સવાલ જ નોહતો અને free shuttle અમારી પસંદ નોહતી એટલે City of dawn તરીકે વિશ્વ વિખ્યાત આ નવજીવનની નગરીમાં માતૃમંદિર જવા માટે અમે પંદર મિનિટની shaded walk પસંદ કરી અને મારી અને સુભાષ સાથે બાસઠ વર્ષની બા પણ જાણે શિવ મંદિરે જવાનું હોય તેવા ઉત્સાહ સાથે ગેરુવા માટીની ભૂમિ પર ચાલવા લાગી. 




      ધર્મ, પૈસા, સરકાર અને રાજકારણની આછી પણ અસર વગરના ઓરોવીલની આ પંદરેક મિનિટની walk જાણે કોઈ forest walk હોય તેટલી લીલીછમ  હતી. બંને બાજુ વૃક્ષોથી સભર એ માર્ગ અને સુતરાઉ કપડાના બગલ થેલામાં મળતા ખુલ્લા પગે ચાલતાં કેટલાક વિદેશીઓના encounterથી અનન્ય એ walk પછી અમે માતૃમંદિર પહોંચ્યા.


    માનવ જાતના ઉજળા ભવિષ્યના વિઝન સાથે ૧૯૬૮માં સ્થપાયેલું માતૃમંદિર પૃથ્વી જેવા એક ખૂબ મોટા સોનેરી ગોલક (sphere) સાથે પ્રગટ થવાની પ્રક્રિયામાં હતું જેને જોઇને અમે ઉભા રહીં ગયા.


    અરવિંદ આશ્રમ અને ઓરોવીલમાં ફોટોગ્રાફિની મનાઈ હોવાથી એસ એલ આર કેમેરા મેં રૂમ પર જ રાખ્યો હતો પરંતુ આંખથી અંદર ઉતરતી તસવીરો હૃદયના એક નમણા ખૂણે સચવાતી જતી હતી અને કહેતી જતી હતી કે આ નગર તો રહેવા જેવું છે.




    જીવનના એકાદ સમયગાળામાં અહીં રહીશું એવા સંકલ્પે અમે ‘Temple of mother’ તરીકે ઓળખાતા પોંડિચેરીના આ આધ્યાત્મિક હૃદય સાથે ધબકવાનું શરૂ કર્યું અને માહેશ્વરી, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની ઊર્જાના ચાર સ્તંભો પર ઉભા રહેવાના હતાં તે પૃથ્વી આકારના સોનેરી ગોલકને [sphere] નિરાંતે અવલોક્યું ત્યારે New conciousnessનું પ્રતિનિધિત્વ કરતાં આ વિશાળ પ્રતિકને અને માને પણ અમે વંદન કર્યા. 


      ૧૯૯૯માં માતૃ મંદિર આસપાસની એક ongoing processના ભાગ રૂપે વૃક્ષો અને ફુલ-છોડથી હર્યાભર્યા થઈ રહેલા ‘park of unity’માં થોડિવાર બેઠા ત્યારે માનવીય એકતાનું ધ્યેય લઈ જીવતી આ universal townshipનો ધ્યેય થોડો થોડો સમજાયો અને ગેરુવા માટી વચ્ચે રહેલી વડવાઈઓ અને નાની-નાની  રૂપકડી બેઠકોનું અનેરું સૌંદર્ય પણ થોડું અંદર ઉતર્યું.




    માતૃમંદિર આસપાસ ડેવલપ થઈ રહેલા આ વિશાળ peace areaની spacious શાંતિની aura-આભાના હુંફાળા, શાંતિપૂર્ણ વાતાવરણે જાણે અમારી અંદર પણ શાંત પલોઠી વાળી જેમાં peace areaના વૃક્ષો, ફુલો, અને નાની-મોટી શીલાઓ વચ્ચે ધ્યાનમાં બેસવાનો જાદુ છવાયેલો હતો. 




      ૧૯૬૮માં ઉઘડેલા ઓરોવીલમાં માતૃમંદિર બાંધવાનો પ્રોજેક્ટ ૧૯૭૧માં શરૂ થયો અને કુલ છત્રીસ વર્ષો સુધી ચાલ્યો એટલે ૧૯૯૯ના નવેમ્બરની અમારી મુલાકાત વખતે પૃથ્વી જેવા golden sphere પરની અગણિત gold plated disks on going processમાં હતી કારણ કે માતૃમંદિરનું બાંધકામ વર્ષો સુધી ચાલ્યું અને છેક 2008માં સંપૂર્ણ તૈયાર થયું હતું. 




      જે માતૃમંદિરમાં હવે તો છેલ્લા ઘણા વર્ષોથી સાઈઠ દેશોના લોકો કોઈ ધર્મ, જાતિ કે સંપ્રદાયના ભેદભાવ વગર સમભાવથી રહે છે અને sweeper હોય કે chef, ડોક્ટર હોય કે craftman પોતાની કુશળતા મુજબની community service દ્વારા મહિને એક સરખો પગાર મેળવે છે તે માતૃમંદિરની inner chamberમાં ધ્યાનમાં બેસવાનો મોકો તો ન મળ્યો પરંતુ અમે ઓરોવિલ જેવા આદર્શ નગરની universal townshipને અંદર ઉતારી અને સાંજે પાંચ પહેલા અમે બાર કિલોમીટરની રીક્ષા કરી પોંડીચેરી પહોંચ્યા.


      Fresh થઈ ફરી બીચ રોડ પરના ગાંધી સ્ક્વેર પર ઘૂઘવતા પ્રોમેનેડ બીચની ઊંચી પાળ પરથી ઢળતા સૂર્યની સભર લાલીમાને હૃદયસ્થ કરી નિરાંતે ભોજન લઈને નિદ્રાધીન થયા કારણ કે બીજા દિવસે અમારે........

મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.